"

Saturday, May 12, 2012

Hu bhavik no Nokia 1100




હું ભાવિક નો Nokia ૧૧૦૦ થોડી તમારી ક્ષણો લઈ  મારી સરસ યાદો ને તમારી સાથે તાજી કરવા માંગું છું, મને ઝાઝું યાદ તો નથી કે મારી જરૂર કેમ પડી  પણ હોસ્ટેલ માં તે બી.જે માળ રહેતો હતો અને જયારે પણ એની મમ્મી નો ફોન આવતો તો તેને નીચે ઉતારવામાં અને બોલાવવામાજ ખાસો સમય વહી જતો, તે સમયે મમ્મી એ તેના ભેગા કરેલા રૂપિયા આપી મને મંગાવેલો, ત્યારથી મારો અને ભાવિક નો સાથ બંધાઈ ગયો હતો
મને આજે પણ તે સમય યાદ છે જયારે હું નવો નવો હતો અને તે બહુ ખુસ થઇ ગયેલો ફોન જોઈ ને, નવી નવી Tones  માગી તેની ચોપડી પણ બનાવી બધા દોસ્તો ને આપી પણ હતી, ભલે આ સમય ને પસાર થાય ૭ વર્ષ થાય હોય મને તો હમણાનીજ વાત લાગે છે.
ભાવિક ના દરેક પલ ની સાક્ષી માં હું રહ્યોજ છું, એ કોઈને હેરાન કરી મસ્તી કરતો હોય, તેના પરિણામ ની ખુશી સાથેની બુમો મેં પણ મહેસુસ કરી છે,જયારે જયારે કોઈ એને ગંદી ખબર આપી દુખી કરતા ત્યારે તેની સાથે મેં પણ દુખ અનુભવેલું, તેના ગીતો, શાયરીઓ હાલ પણ યાદ આવી જાય છે પણ શું થાય :( મારા નસીબ માં હવે તે લાખીયું નથી મારા માટે તે હવે ભૂતકાળ થઇ ગયું, મારે તે ભૂતકાળ ફરી જીવવાની ઈચ્છા થાય છે.
મારા માટે તે સમય પણ બહુજ ખરાબ હતો જયારે મેં તેની આંખ માં બેવાર મારા ખોવાનો ડર જોયો હતો, પહેલીવાર જયારે તે હોસ્ટલે ની અગાસી માં ઉભો હતો તેના એક હાથ માં હું હતો, નાલાયક કલાલ અચાનક આવી ધક્કો મારિયો તો હું નીચે, પણ નીચે પડતા પડતા મારી નજરે મેં એમની આંખો નિહાળી હતી તેમાં સાફ દેખાતું હતું કે તેમનો જીવ તાવડે ચોંટી ગયો હતો, સદનસીબે હું બચી ગયો મને બહુ મોટું નુકશાન નહતું થયું, આ બનાવ પછી એમને મારી ખાસ દેખભાળ રાખવા લાગ્યા હતા જેમકે એક દોરી લાવેલા એનાથી મને બાંધી રાખતા તે પાછી કેવી ! તમેને યાદ હસેજ landline ના wire હોયને તેવી તો દોરી લાવેલો ક્યાંક થી, એના કારણે તો બધાજ મને બહુ ખીજવતા કે એ landline લઈને ક્યાં ફરે છે, કેવું ગંદુ લાગતું.
બીજો કિસ્સો પણ મને બહુજવાર સાંભળીયો છે એમના મોઢે એટલે ગોખાઈ ગયો છે, એ બસમાં બેઠા હતા ત્યારે કોઈનો call આવીયો તે થોડીવાર તેનું ધ્યાન જતું રહ્યું હતું તેવું લાગતું કોઈ વિચારમાં ગુમ થઇ ગયો હતો, મને ખિસ્સા માં પણ બરાબર ના મુકયો, થોડીજવાર પછી હું નીચે પડી ગયો પરંતુ તેમનું ધ્યાન બીજી ક્યાંક હતું અને ઉતારી પણ ગયા હું ત્યાજ રહી ગયો,પછી ખાસો સમય ગયો ત્યારે સીધો એમનો દુખી અવાજ સાંભળવા મળ્યો, હું તે સ્ત્રી નો ખુબ આભારી છું તેને મને મારા માલિકરૂપી  દોસ્ત ને પાછો આપી અમારો સાથ ફરી જોડવી દીધો, વચ્ચે ના સમયગાળા માં મને કેવી રીતે લેવા આવિયા તે હતું , એમાં એવું થયું કે તે જેવા નીચે ઉતારીયા થોડીવાર પછી અમેનો હાથ ખિસ્સા તરફ ગયો પણ તે ખાલી હતું, તે બસ પાછળ દોડિયા પણ તે ખાસી આગળ જતી રહી હતી, એ બીજી bus માં ચડી ગયા તે થોડી સિવિલ સુધી લઇ ગઈ ત્યાંથી એક રિક્ષાવાળો જોઈ ગયો તેને દોડતા અને તે બોલિયો ચાલો બેસી જાવ હું ત્યાં પહોચાડીસ પણ તમે સમજીને મને આપી દેજો, પણ જોરદાર રિક્ષા ચલાવી અને filmy ઢબે બસ ની આગળ ઉભી રાખી દીધી અને તેમનો ગરીબ અવાજ સંભળાયો "મહેરબાની કરીને મારો mobile આપી દોને"
હવે મને અને બીજા ને પણ મારી ઉંમર દેખાવા લાગી હતી, થોડાજ મહિના પહેલા હું ખાસો બીમાર પડી ગયો હતો ત્યારે મને દવાખાને લઇ ગયેલા ખબર પડી કે મારા શરીર ની શક્તિ આપતું મારું અંગ (bettary ) જ બગડી ગઈ હતી, એમને એ અંગ જ નવું ખરીદી લીધું અને હું મસ્ત કામ કરતો થઇ ગયો, પરંતુ થાય શું!! શરીર સાથ આપતો  નહતો થોડાજ સમય માં ફરી હું બીમાર પડયો આ વખતે અવાજ અને સાંભળવાની તકલીફ પડતી હતી, એમને ફરી મને સારો કર્યો પણ ઘરડા વ્યક્તિ ને લોકો કેટલું સાંચવે???
આતો મારી તરફ એમને ખુબજ લાગણી બંધાઈ ગઈ હતી એટલે મને છોડી નહતા શકતા, છેલ્લે તે સમય પણ આવીજ  ગયો હવે તો હું કામ કરતો જ બંધ થવા લાગ્યો હતો, એમને હિંમત હારી મારી જગ્યા પૂરવા બીજા ને લઈ આવ્યા હું પણ માનુંજ છું કે આતો થવાનુજ હતું, પણ હવે મારું આખું જીવન મસ્ત પસાર થયું પછી આવો અંત જોતા મારું દિલ કંપે છે, હું હાલ કોઈ અંધારી જગ્યા એ પડ્યો છું, અમુકવાર ભાવિક આવી મને હાથ માં પકડી જુના દિવસો યાદ કરી અને થોડીજવાર માં પાછો મૂકી દે છે, શું થાય, હું અહી મારવાની આશ લઇ ને હજુ પણ જીવી રહ્યો છું...
                                                                                          --ભાવિક નો Nokia ૧૧૦૦

Wednesday, September 7, 2011

Aav re varsad dhebario varsad uni uni rotali ne karela nu shaak amdavad

આવરે વરસાદ ઢેબરીઓં વરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક
-Aav re varsad dhebario varsad uni uni rotli ne karela nu shak
નિશાળ માં જયારે પણ હું નિબંધ લખતો ત્યારે આજ વાક્ય થી શરૂઆત કરતો પણ એક મિનીટ અત્યારે તમે એવું ના વિચારતા કે હું અહી નિબંધ લખીશ પરંતુ હું તો અહી માત્ર વરસાદ સાથે સંકળાઈલી બચપણ ની યાદો ને ફરી જીવવાની ધેલછા થી તેની ભેગી કરવાનો પ્રયત્ન કરવા માગું છું.
જો થોડો વધુ વરસાદ પડે તો અમારી નિશાળ ની આસપાસ કમર સુધી આવી જાય એટલું પાણી ભરાઈ જતા, હું અમારા નાના બાળકો ની કમર ની વાત નથી કરતો દોસ્તો મોટા લોકો ની વાત કરું છું. એટલે જેવો વરસાદ ઝડપી થતો અમારી બધાની મમ્મી અમને લેવા આવી જતી, હું તો પહેલા થીજ મારા દોસ્ત ને કહી દેતો કે જો તારી મમ્મી વહેલી આવેતો તું મને પણ લઇ જજે, અને એ પણ સામે શરત અચૂક કરતો કે જો તારી મમ્મી આવે તો તું મને લઇ જજે, કોઈ ગૃહિણી જેમ કેરોસીન ની રાહ જોવે તેમ અમે પણ મમ્મી ની રાહ જોતા બેસી રહેતા, વધુ વરસાદ પડે એટલે નિશાળ માં teacher કસુજ નવું ના ચલાવે આરામ હોય.
જેવા શાળા માંથી બહાર નીકળતા પાણી માં છબછબીયા કરવાની ઈચ્છા થઇ જતી, પણ મમ્મી છત્રી માં હાથ પકડી ને લઇ જતી, જેવું ઘર નજીક આવે હાથ છોડાવી સીધાજ પાણી માં કેમ કે એ વખતે તો ખિસ્સામાં ભીંજાય જાય એવી કોઈ વસ્તુઓ જેમ કે mobile , MP3 Player કે ધડીયાળ કસુજ હોતું નહિ ખાલી ચડ્ડી ના ખિસ્સા માં મમ્મી એ આપેલો સવાર નો એક રૂપિયોજ હોય, પણ અત્યારે આ બધી વસ્તુઓ ના કરને વરસાદ મજા પૂરી માની નથી સકતી.
ઘરે પહોચતા જ નિશાળ કપડા ફટાફટ નિકાળી બીજી ચડ્ડી પહેરી લેતા તે સમયે ટુવાલ થી બદલવા પડતા નહિ સીધાજ નીકળો અને બીજા પહેરી ભાગો, અને કહેતો કે મમ્મી નાહવા જવું છું, વળી મમ્મી કહેતી કે જોજે પાણી ભરાયા છે ત્યાં ના જતો પણ વાત સંભાળે જ કોણ, બહાર દોસ્તો રાહ જોતા હોય તેમના હાથ માં માલદડી વાળો કપડા નો દડો હોય અને થોડીવાર માં તો બધા દોસ્તો ભેગા થઇ કીચડ માં રમવાનું ચાલુ, પણ કાદવ વાળો દડો જયારે વાગતો જોરદાર લાલ લાલ થી જતું, રમતા રમતા જ્યાં પાણી ભરાતું ત્યાં અમારી નિશાળ પાસે પહોચી જતા, ત્યાં જે મસ્તી ચાલુ થતી તે થોભવાનું નામ જ ના લેતી.

બધા નાની નાની ચડ્ડી માં હોય અને પછી રબ્બર વળી તો એવા દોસ્તો તો મરીજ જતા કેમ ?? કહું યાર જયારે પાણી માંથી કોઈ રિક્ષા કે ગાડી પસાર થતી તો જે મસ્ત લહેર બનતી બસ તેજ લહેર વખતે બધા મારામારી કોઈ ચડ્ડી ખેચે ને હું એવાજ સમય ની રાહ જોવું જયારે કોઈ ની ચડ્ડી નીકળે ત્યાજ તેને દડો મારી છું થઇ જતો, બહુ વર્ષો પછી પાણી માં મસ્તી કરેલી ગોવા માં મજા પડી ગઈલી માફ કરજો પાટા પરથી ઉતારી ગયેલો, તે સમયે કોઈ ની નજર માં ભલા કે અમુક ની નજર માં બુરા માણસો ગટરો ના ઢાકના ખોલી દેતા જેથી પાણી જલ્દી ઉતારી જતું, AMC વાળા આટલી આટલી અમને મદદ કરતા ત્યારે આવા આવા લોકો!!, જવાદો ને યાર!!
તો પણ હું દિલ થી AMC વાળા ને આભાર પ્રગટ કરું છું તેમના સમયસર ગટર સાફ ના કરવા ને અમારી આવી સરસ સરસ યાદો વસાવવા બદલ.
પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તે પાણી માં રમવાની મજા લુપ્ત થઇ ગઈ છે, કોઈક વાર ઓફીસ થી આવતા ખાબોચિયા માં છબછબીયા કરીલવ છું, તે સમયે અમુક લોકો એવી રીતે મને નિહાળે કે હું જાણે કોઈ પાગલ ના હોવ, તેમને કોણ સમજાવા જશે કે આ થોડીવાર માં હું મારા બચપણ ના મસ્તી ના સુંદર દિવસો ને ઘડીભર માટે ફરી જીવવાનો પ્રયતન કરીલવ છું.

Saturday, July 16, 2011

Mari Nani Bahen meri chhoti bahen (My little sister)



પ્રિય મારી નાની બહેન

લોકો ને gift શું આપવી તે વિચારવું બધાજ માટે હંમેશ કઠીન હોય છે,અને gift ની કિંમત પર ક્યારેય નહિ જવાનું, હું તો એમ માનું છું કે જે વસ્તુમાં આપણે આપણો સમય પુરાવીયો હોય તે જો નાની હોય તો પણ અમુલ્ય બનીજ જાય છે કે, કેમ કે સમય પોતે બહુ અમુલ્ય હોય છે, તારા જન્મદિવસે આ વખતે શું આપવું તે વિચારમાં હું પણ થોડો સમય ફસાયો હતો પછી એક વિચાર આવીયો કે આપણી બાળપણ ની મસ્તી, મજાક અને સુખ દુઃખ ની દરેક તો નહિ પણ હાલ થોડી ક્ષણો ને એક જગ્યા પર ભેગી કરવાનો પ્રયત્ન કરું છું.

પપ્પા ઓફીસ થી આવતા દરરોજ નાસ્તો લાવતાજ યાદ છે ને ?? તને યાદ કરાવું છું કેમ કે ત્યારે તો તું ૫-૬ વર્ષ ની હતી, હવે કઠીન સમય ચાલુ થાય, કોનો ?? જે નાસ્તા ના બે ભાગ પાડે તેનો, કેવો પણ ભાગ પડે કોઈ ને તો અસંતોષ હોયજ તે સ્વાભાવિક છે તેમાં પણ અનેરો આનંદ સંતાયેલો હતો તે અત્યારે ખબર પડે છે, આપણા ઘરે પણ એવુજ થતું,એક દિવસ હું તો બીજા દિવસે તું મોઢું ફુલાવી ને બેસી જતા, પછી મમ્મી કહેતી થોડું આપી દેને બેટા તું તો મારો કે મારી સમજુ, આવું કોઈ દિવસ હોય તો ઠીક છે પણ રોજરોજ તો કોઈ પણ કંટાળે અને પપ્પા પણ કંટાળી ને નાસ્તોજ બંધ કરી દીધો હતો, કેહતા કે હું તમને પૈસા આપી દૈસ તમે જાતે લઇ આવજો.પપ્પા ને કહેજે ફરી નાસ્તો ચાલુ કરે હવે અમે નથી લડીએ, હવે તું વધુંલે ને , તે કેમ ઓછું લીધું તેવા શબ્દો આવશે, તારે નાસ્તો કરવો ને ?

જેના પણ ઘરે નાની બહેન હોય અને જો તમે તેને હેરાન કરતા હોય તો તેના "નખ નો સ્વાદ" જરૂર ચાખવા માલીયોજ હોય, હા હવે મેં તો તારા નખ નો સ્વાદ બહુ ચાખેલો, કેટલા ખતરનાક રીતે નખ મારતી હતી હજુ પણ અમુકવાર મરેજ છે. ચલ એક યાદ ફરી તાજી કરીએ. મેં તને કઈ રીતે હેરાન કરેલી તેતો યાદ નથી પણ તે મને જોરદાર નખ મરેલા વો ઘાવ તો મેં અભી નહિ ભૂલા, ત્યારે મેં તને કીધું હતું, જોજે સવારે તારા નખ "ગીલી ગીલી છુમંતર" કરી નાખીસ, સવારે મેં તારા થોડા નખ, માફ કરે થોડા નહી ઘણા બધા નખ કાપી નાખેલા, અને પછી તારો જે ગુસ્સો હતો , હું એકદમ ચુપ, મારી બોલાતીજ બંધ થઇ ગયેલી, મારી પાસે સ્વબચાવ ના શબ્દો જ ખૂટી પડેલા પણ મને મજા બહુ આવેલી હાસ ચાલો હવે થોડા દિવસ માટે પીડાથી તો બચીયા.

આપણા જીવન માં અમુક ક્ષણો છે જો તે આવીજ ના હોત તો ખબર નહિ આપણે ઘણું શીખવામાં પાછળ રહીજ જાત, ખબર પડી પાગલ હું કઈ ક્ષણો ની વાત કરું છું ?? ચાલો તો તે દિવસો ને પણ ફરી યાદ કરીએ, તે સમય એ કઈ વાત ની ઝગડો હતો તેતો ખબર નથી મેંજ તને હેરાન કરી હશે તેતો પાકું, પણ તે કીધું કે તું મને બહુ હેરાન કરે છે હું તારી સાથે નહિ બોલું, અને તે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું, મને તો એમજ કે આવું તો રોજ મસ્તી થાય છે તે પછી પાછા ભેગા પણ થઇ જઈએ છીએ પણ આવખતે એવું ના થયું, હું તો વિચારમાં પડી ગયો હું રોજ પ્રયત્ન કરતો પણ તું બોલતીજ નહિ , એમ કરતા કરતા ઘણા દિવસો પસાર થઇ ગયા, મને તો તારી સાથે મસ્તી વગર ચાલતુજ નહિ, તારા વગર મારી મસ્તી મારામારી ગુમ થઇ ગયેલી..
એવામાં "બા બહુ બેબી" સીરીયલ માં સુબોધ અને પ્રવીણ વચ્ચે ઝગડો થયો તે ભાગ આવેલો, તે બંને ને જેમ ભાવુક થતા જોવું તે ૧ કલાક મુશ્કેલ થી પસાર થતો, અમુકવાર તો એવું થતું કે સામે જવું અને બોલું "મારી બેન આ મારા હાથ માં મહેરબાની કરી ને નખ મારને અત્યારે તેની પણ બહુજ યાદ આવે છે", પણ આપણે જે વિચારીએ એવું થોડી થાય છે, પ્રભુ એ અમને શીખવાડવું હશે કે વિયોગ પછી જે યોગ આવે તે કેવો અદભુત હોય, એટલેજ કહેવાતું હશેકે સંસાર માં થોડા મીઠા ઝગડા થવાજ જોઈએ પણ યાદ રાખવું તે મીઠા અને બહુજ ટૂંકા સમય માટે હોવા જોઈયે

જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ ફરી તું બોલવા લાગી, જયારે પણ આપણા પોતાના પર કોઈ આફત આવી ચડે ત્યારે મોટા ભાગે દરેક લોકો બધુજ ભૂલી દુઃખ માં સાથ આપવાનું ચુકતા નથી બસ તેજ સમય થી મારી દુનિયા મને ફરી મળી ગયેલી, બહુ ઓછા છે જે મને થોડો સમજે છે તેમાં તારો અચૂક અને અવિભાજ્ય સમાવેશ થાયજ.
હવે જો હું વધુ લખીસ તો પછી તું થાકી જવાની વાંચતા વાંચતા, પ્રભુ ને એવીજ પ્રાથના કરું છું કે દરેક ભવ માં તારા જેવી નથી તુજ મારી બહેન બને, જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ, મારી નાની બહેન પ્રભુ ને પ્રાથના કે તારી દિલ ની દરેક ઈચ્છો પૂરી થઇ જાય તેના સાથે વિરમું છું.
-ભાવિક એન. દત્ત


Thursday, May 26, 2011

AA PAN MARU AMDAVAD, KE AAPNU AMDAVAD ??

"આ પણ મારું અમદાવાદ કે આપણું??"
દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આપણા અમદાવાદ ની પણ બે બાજુ હોવી સ્વાભાવિક છે.
મારું અમદાવાદ ભાગ- માં અમદાવાદ(aapnu amdavad) વિશે સારી વાતો લખી પણ મારા અમુક દોસ્તો કહે છે કે હું અમદાવાદ નો છું એટલે તેની હમેશા પ્રશંસા જ કરું છું, એવું નથી દોસ્તો હું પણ જાણું છું, તો આજે વાત કરીએ અમદાવાદની બીજી બાજુ ની.
=>AMTS માં તો ખાસા લોકો આવનજાવન કરે છે, પણ તેમને સમયસર ઓફીસ માં પોહ્ચવા ૧ કલાક વહેલા નીકળવું પડે છે, કેમ ?? bus તેની મરજીની માલિક છે.
=>અમદાવાદ(aapna amdavad) માં પ્રદૂષણ વધી રહ્યું છે તે અટકવા "વૃક્ષા રોપણ " જેવા કાર્યક્રમો થાય છે, પણ પછી શું ?? વૃક્ષા રોપણ કરી દીધું એટલે કામ પતી ગયું?? થોડાજ દિવસોમાં તે વૃક્ષો ની હાલત એટલી ખરાબ થઇ ગઈ હોય છે કે તેને ઢોરો પણ ખોરાક બનાવી શકતા નથી.

=>ઢોરોની વાત નીકાળીજ છે તો ટ્રાફિક ની સમસ્યા દુર કરવા ધણા પ્રયત્નો થાય છે પરંતુ આ ઢોરો નું કશુજ થતું નથી તે ટ્રાફિક માં તેમનો ભાગ ભજવેજ છે, શું થાય આ પણ મારું જ અમદાવાદ(aapnu amdavad) છે.
=>અમદાવાદ નું ઈતિહાસ માં સારું એવું નામ છે પરંતુ તેની માવજત ?? ભગવાન ભરોસે ચાલે છે, અમુક ને તો વિસરી જવાઈ છે, ઉ.દા દાંડીયાત્રા વિષે બધા જાણતાજ હશે પણ અત્યારે તેજ દંડીપુલ ની કેવી હાલત છે તે નજરે નિહાળો તો ખબર પડે. શું થાય ભાઈ આ પણ અમદાવાદ જ છે.
=>અમારા ત્યાં જયારે નવું બસ સ્ટેન્ડ બનાવેલું ત્યારે તેમાં રેડીઓ મિર્ચી મુકેલું કેટલું સરસ મનોરંજ પીરસાતું હતું પણ અમુક અસામાજિક તત્વો ને તે પસંદ ના પડયું અને ચોરી કરી લઈગયા.
=>chain ચોરો નું તો અમદાવાદ છેલ્લા કેટલાય વર્ષો થી ઘર બની ગયું છે, તેમને તો બિન્દાસ જલસા પડી ગયા છે અહી.
=>મેગા સીટી કહેવયા છે, લોકો પણ ભણેલા ગણેલા હોય એવું મનાય છે પણ તેમના વિચારો માતો આવું દેખાતું નથી,સ્ત્રીભ્રુણ હત્યા ની વાત કરું છું, હજુ પણ છોકરી જાત પ્રત્યે અણગમો દેખાય આવે છે જયારે માહિતી મળે કે અમદાવાદ માં સ્ત્રીઓં નું પ્રમાણ નાના શહેર કરતા પણ પણ ઓછું છે.
=>કહેવાય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઇ ગઈ છે પણ અમદાવાદ માં તે પોતાનો હક માંગવામાં પણ પાછળ છે જેમ કે AMTS માં તેમના માટે seat આરક્ષિત હોય છે તો પણ મેં ક્યારે જોયું નથી કે તેઓ હક થી પોતાની જગ્યા માંગે.
દોસ્તો હું તમને કોઈ સલાહ નથી આપવાનો પણ આજે હું તેવા દરેક દોસ્તો ને આભાર પ્રગટ કરું છું જે આ તકલીફો ને દુર કરવા તેમનાથી થાય એટલું કરી છૂટે છે.
જેમ કે અમુક મિત્રો પોતાની society માં AMC ની વીજળી ના થાંભલા બંધ હોય તો બધા ની જેમ બુમો પડવાને બદલે જાતેજ તે થાંભલાનો નંબર લઇ અરજી કરી ફરી ચાલુ કરાવે છે.
રસ્તામાં ગટર ઉભરાઈ હોય તો કોઈ બીજો અરજી કરે તેની રાહ નથી જોતા પોતાની ફરજ સમજી તે કામ જાતે કરે છે.
હું એવા દરેક મિત્રો ને સલામ કરું છું જે પોતાની પત્ની ને એવું કહેવાની હિંમત કરી સકે છે કે આપને ૨ બાળકો કરીશું અને જો પહેલી છોકરી હશે તો પણ બીજી વખતે આપણે ભ્રુણ પરીક્ષણ નહિજ કરાવીએ.
અમુક દોસ્તો વૃક્ષારોપણ માં ભાગ તો નથી લઇ સકતા પણ પોતાના ઘરે કે society માં એક વૃક્ષ વાવી તેની સારી માવજત લે છે તે દરેક ને મારા સલામ.
ચાલો દોસ્તો આપના અમદાવાદ(aapnu amdavad) ને આમજ મદદ કરતા રહેજો...

Monday, March 28, 2011

Dakor Pagpada Sangha Amdavad Thi Dakor Pagpala Sangh Dakor Temple

ચાલો ડાકોર પગપાળા સંઘ
"ડાકોર જતા દરેક ભાવિક ભક્તો ને હાર્દિક સ્વાગત છે"
આવા બોર્ડ જ્યારે ફાગણ સુદ પૂનમ આવાની હોય ત્યારે અમદાવાદ થી ડાકોર ના રસ્તે થોડા થોડા અંતરે દ્રષ્ટીગોચર થતા હોય છે. નરી આંખે નિહાળીએ તો જ પૂરી ખબર પડે કે શ્રદ્ધાળુ કેવી રીતે કાનુડા ના દર્શન કરવા જાય, અમુક ની તો હાલત ખુબજ દયનીય હોય છે તો પણ હિંમત રાખી ચાલવાનું ચાલુજ રાખે છે.
મારી પણ એકવાર આવી ખરાબ હતાલ થઇ ગઈ હતી, આપણે પહેલા અમદાવાદ થી ડાકોર નો રસ્તો જાણી લઈએ.
હાથીજણ -મહેમદાવાદ -કનીજ -મહુધા - અલીણા - ડાકોર
આ મુખ્ય સ્થળો કીધા, ૮૦ + કિમી નું અંતર છે.
મારી હાલત મહુધા બગડેલી, ઉલટી અને પેટમાં ગડબડ, મારા થી ચલાતુજ નહતું છેલ્લે મેં પાપા ને કીધું "બસ માં બેસી ને જવું પડશે પાપા નથી ચાલતું" તે વખતે હું પહેલી વાર ગયેલો અને તેના પછી હું ૩ વાર આખું ડાકોર સ્વસ્થ ચાલી ને આવીયો હતો, હા દોસ્તો થાક તો જોરદાર લાગે છે.
હા મારા અમુક દોસ્તો અત્યારે વાંચતા એવું વિચારતા હશે કે પ્રભુ તો આપણે ચાલીને દર્શન કરવા આવુંનું ક્યારે પણ કહેતો નથી તો લોકો કેમ કષ્ટ વેઠી ને જાય છે? હું તો એટલુજ માનું છું કે આપણો તે વિષય જ નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે, અને જ્યાં સુધી શ્રદ્ધા અંધશ્રદ્ધા માં રૂપાંતર થાય અને તેના કારણે કોઈને તકલીફ પડે ત્યારે આપણે કસું કહી શકીએ, હા અત્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધા મુદ્દો છોડી રણછોડરાય ની ભક્તિ ની વાત કરીએ.
શરૂઆત ના ૩૦- ૩૫ કિમી તો સારી રીતે નીકળી જાય પણ પછી જેવા રાત્રે આરામ કરીને ઉભા થઇએ ત્યારે સખત પગ જકડાય જતા હોય છે, પણ જે આખી રાત ભક્તો નો મધુર નાદ સંભળાય છે તે બહુજ ભાવવિભોર કરી દે.
"મંદિર માં કોણ છે ? રાજા રણછોડ છે."
"હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી"
"જય રણછોડ, માખણચોર"
આવા સુંદર નાદ સાંભળતા ક્યાં ઊંઘ આવી જાય તે ખબર ના પડે જયારે આંખો ખુલે ત્યારે પણ
" આ કાકા બોલે, જય રણછોડ",
"આ ઝાડ બોલે, જય રણછોડ",
"પેલો પથ્થર બોલે. જય રણછોડ"
આવું બહુ લોકો બોલતા બોલતા ચાલીયજ જતા હોય છે.
થાકેલા લોકોની સેવા માં ઘણી સેવાભાવી સંસ્થા કામે લાગી હોય છે, તે પગ માલીસ, અમુક ને બહુ ફોલ્લા પડિયા હોયતો તેને પટ્ટોબાંધીયાપે છે,
હવે થોડું અંતર બાકી હોય ત્યારે દરેક માં પ્રભુ ના દર્શન જલ્દી કરવાની ધેલસા જાગી જાય છે, ડાકોર આવી ગયું એટલે થાક ઉતારવા માટે "રાધા કુંડ" નજરે પડે બધાનું માનવું છે કે તેમાં પગ ધોવા થી થાક દુર થાય તે તમે જાતે અનુભવ કરો તોજ કહી શકો, હું કસું કહીસ તો તમે થોડી માનવાના. દોસ્તો UFO જેવુજ જે જોવે તે માને.
હવે ખતરનાક ભીડ જોવા મળે છે, એક ધક્કા માં મંદિર માં અને બીજા ધક્કા માં દર્શન કરી ને બહાર,પણ સમય કરતા સ્થળ નું મહત્વ દરેક ના હ્રદય માં વધુ દેખાય આવે છે. વીરમું છું, બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી ... બોલો દોસ્તો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી....જય જય...

Friday, March 11, 2011

Janm Divas Ni Ujavani Birthday Celebration Ahmedabad(bhavik)


મોટા ભાગ ના દરેક લોકે ને પોતાનો જન્મ દિવસ બહુજ ગમતો હોય છે, હા હું માણું છું કે આમાં જરૂર અપવાદ હસેજ, તો તેઓ ને તેમની girl friend નો કે wife નો જન્મ દિવસ ગમતો હશે, મજાક કરું છું યાર, અમુક ને તો આ દિવસ બહુ ખર્ચાળ લાગતો હશે, હું તો માણું છું કે આજ દિવસ આપના પ્રિયજનો ને ખુશ કરવાનો મસ્ત દિવસ છે અમુક Birthday આપને ક્યારે પણ વિસરી શકતા નથી જેમ કે બચપણ માં મમ્મી-પાપા એ થોડા થોડા રૂપિયા ભેગા કરી અપાવેલી વસ્તુઓ, દોસ્તો સાથે અલગ અલગ જગ્યા એ ઉજવણી કે પછી wife કે girl friend સાથે life માં પહેલી વાર જન્મ દિવસ ની ઉજવણી, યાદ આવી ગયો કે શું?? ચાલો દોસ્તો હવે તમે તમારા ભૂતકાળ માંથી બહાર આવી જાવ, હું(bhavik) તમને મારા ભૂતકાળ માં લઇ જાવ છું.
ધોરણ ૭ માં રીસેસ પછી જેવો હું class માં ગયો તેવાજ બધા દોસ્તો શાંત પડી ગયા પણ મેં gift શબ્દ સાંભળેલો, મને લાગ્યું કે આ નાલાયકો કસું તો કરવાના, થોડા દિવસ પહેલા જ મેં પાપા ને કહ્યું હતું કે મારે આ જન્મ દિવસે game લાવી છે, મારા બધા દોસ્તો પાસે છે ખાલી મારી પાસે જ નથી તો મને પણ લાવીજ આપો, આમ બચપણ માં તો બધાજ બાળકો દેખા દેખીમાં વસ્તુ ઓં લાવતા હોય છે, તે સમજયા પણ અત્યારે લોકો મોટા થાય તો પણ દેખાદેખી કરે જ છે, બસ ખાલી તેના પ્રકાર બદલાઈ ગયા છે , પણ હું તો એવું માણું છું કે જ્યાં સુધી વસ્તુ ની જરૂરીયાત હોય તેના વગર ના ચાલી શકે એવું હોય તો ત્યાં લાગી નવી વસ્તુ ના લાવું, પણ આતો ખાલી મારો વિચાર છે. ભારત માં દરેક ને વિચારવાની છૂટ આપી એટલે જલસા.

એક દિવસ પહેલાજ હું game લેતો આવેલો મને યાદ છે, તેમાં "૯ ઇન ૧" રમતો હતી, અને યાદ હોયજ ને, કેમ કે તે મારી પહેલી game હતી, દરેક પહેલુ વસ્તુ જીવન માં સહેલાઈ થી ભુલાતી જ નથી, ભલે લોકો કેટલા પણ ગપ્પા મારે કે હું(bhavik) ભૂલી ગયો પણ માનસ નું દિમાગ એવી રીતે પ્રભુ એ બનાવિયું છે કે ક્યારેકતો યાદ આવીજ જાય, મને તે games બહુજ ગમી, એટલી ગમી કે રમી રમી ને તેના બટન બગડી ગયેલા, ઈટો તોડવાની, ગાડી વાડી, બિલ્ડીંગ બનવાની, વિમાન ની રમત મને બહુજ ગમી, મારા દોસ્તો પણ મારા માટે game લાવેલા મારા કરતા વધુ રમતો હતી મને યાદ છે "૯૯૯ ઇન ૧" પણ મેં લેવાની ના પડી કીધું કે મારી પાસે તો game આવી ગઈ છે, હું કાલેજ લાવિયો, તે ખરેખર બહુજ વાહિયાત જવાબ હતો, તે સમયે મને થોડી ખબ પડે કે કોઈ gift આપે તે વસ્તુ માં સામેવાળા ની લાગણી છુપાયેલી હોય છે, તે વસ્તુ પાછળ તેનો કીમતી સમય નીકળેલો હોય છે તો તે કોઈ પણ વસ્તુ કેમ ના હોય તે દરેક અમુલ્ય બનીજ જાય છે, એટલેતો આજ દિવસ સુધી તે દરેક વસ્તુ મારા સુંદર દિવસો ની શાક્ષી પૂરે છે. રાત્રે તે બધા મારા મારા ઘરે આવી ને gift આપી ગયેલા ત્યારે મારા મમ્મી પાપા એ આ શબ્દો કીધેલા જે મેં જીવન માં ઉતારી લીધા છે,
મેં અત્યાર સુધી જીવન માં ક્યારે પણ cake કાપેલું નહતું અને ગયા વર્ષે જ મને એક સાથે દિવસ માં બેવાર cake કાપવાનો લહાવો મળીયો, અહીજ પૂરું નથી થતું મારી sister એ ઘરે ગયો ત્યારે રસગુલ્લા ની party કરાવેલી, ખરેખર તે એક ભવ્ય જન્મ દિવસ હતો

ધોરણ ૮ માં બજાર માં નવી નવી air gun આવેલી અને મારે તે લાવીજ હતી પણ ઘરવાળા કહેતા કે તું કોઈ ને મારી ને આવીશ એટલે તને તે નહિજ અપાવીએ, તો હું ભહુ ઉદાસ થઇ ગયેલો ૨ દિવસ પડી રહ્યો અને ૩જા દિવસે gun અપાવી દીધી, બચપણ ની તે ભોળી જીદ અને અત્યાર ની જીદ માં કેટલો તફાવત પડી જાય છે, તે gun અને game મારી પાસે સુંદર યાદ ના ભાગરૂપે પડીજ છે, જોકે તે બંને બગડી ગઈ છે તો પણ મને તે હજુ બહુ ગમે છે.



Saturday, February 12, 2011

Ahmedabad to Goa Indianic Trip Last Day Amdavad thi goa(mari duniya,meri duniya)

રાકેશ સાથે ફોને પર વાત ચાલતી હતી તે કહેતો હતો કે બધું તારી પર છે, તારેજ નક્કી કરવાનું છે કે driver કેવો છે, ૫૦૦ રૂપિયા અડ્વાન્સ અપાય એમ છે કે નહિ તે તારેજ નક્કી કરવાનું છે, પણ હું આ પરીક્ષા આપું તે પહેલાજ એક ઘટના ઘટી જે મને નિર્ણય લેવામાં મદદ કેરી, જેમ કોઈ છોકરો એ છોકરી ને કેટલો પ્રેમ કરે છે તે કહી ના સકતો હોય પણ જયારે તેને એવું લાગવા મળે કે કોઈ ત્રીજો આવી ને લઈ જશે તો તે ઉતાવળ માં નિર્ણય લેતો હોય છે, એવુજ પેલા driver કર્યું અને ૨૫૦૦/- માં બધું પાક્કું થયું.
ડોલ્ફિન જોવા જવાન તે સાંભળી જેમ કોઈ વસ્તુ વિશે વિચારીયું પણ ના હોય અને તે મળી જાય ત્યારે તે ખુશી થાય તે ખુશી હું અત્યારે ભોગવતો હતો, અમુક રૂપિયા આપી નાવડી ભાડે લીધી હતી, અત્યારે બધા કોઈ રસાકસી ક્રિકેટ ટી.વી માં જોતા હોય તેમ અત્યારે દરિયા માં જોતા હતા અને જેવો ચોક્કો કે છક્કો વાગે અને તે આનંદ મળે તે ડોલ્ફિન ને જોઈ ને મળતો હતો, બીજા દિવસે ક્રૂસ પર પેતો માનસ દુરથી જે light house ની ઓળખ આપતો તે યાદ આવ્યું? ના આવે તો કસો વાંધો નહતતે અત્યારે અમે નજીક થી જોતા હતા. અમારી નાવડી થોડી વહેલી કિનારે આવી ગઈલી અને બીજા લોકો આવિયા નહતા એટલે હું છીપલાં શોધવા નીકળી ગયો અને ભાત ભાત ને સુંદર રંગીન છીપો શોધી લાવિયો, પણ પાપી માનીશ એક મારું છીપ લઇ ગયો .

એતો બધા ને માનવુંજ ઘટે કે films જગ્યાનું મહત્વ વધારી દેછે, કે તેને અમર કરી દેછે પણ જો films જોરદાર હોવી જોઈયે "દિલ ચાહતા હૈ "(mari duniya,meri duniya) જેવી, "Fort Aguda " માંજ દિલ ચાહતા બનેલું પણ તે ખોટી વાત હતી જે અમને પછી ખબર પડી, "ફરકી" જેવી લસ્સી ની વિવિધતા છે તેવીજ ત્યાં છોકરી ઓં માં જોવા મળતી હતી, એક થી ચડિયાતી બીજી પણ એવામાં વિપિન સથારે ને કોઈ વિદેશી મળી ગયો તો બધા ફોટો પાડવવા લાગ્યા, અમુક વખતે ચર્ચા થતી કે તે fort aguda છે કે light house ??? તો તે બંને હતું. ત્યાંથી Baga Beach પર જવાનું હતું પણ થોડો સમય નીકળી અને જામી લીધું.

કહેવત છે નેકે જયારે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ના ધોવા જવાય, પહેલા દિવસે બધી rides ૩૦૦ રૂપિયા માં કહેતા હતા પણ આમે ના ગયા અને ત્યારે હું Baga Beach પર ૫૦૦ રૂપિયા આપવા તૈયાર હતો તો પણ મને કોઈ બેસાડતું નહતું, આખરે કંટાળી ફરી કયારે એમ કહી કપડા ઉતારી દરિયા માં પડયો, અત્યાર સુધી ખાલી મારા પગ દરિયામાં ગયેલા હવે હું આખો દરિયા માં હતો, બહુજ મસ્તી કરેલી યોગેશ એ તો મને ઉચકી ને પાણી માં પણ નાખેલો, પણ જયારે ઉંચી લહેરો આવતી તેને અથડાવાની બહુ મજા આવતી, બહાર આવી મેં tantoo પણ કરાવ્યું.
Anjuna Beach ઉપરથી અદભુત દર્શય(mari duniya,meri duniya) લાગતું હતું થોડી સીડિયો પણ હતી, જેવા નીચે ગયા તો નજરો અલગજ હતો, દરિયા માં પત્થર હતા અને તેમની વચ્ચે થી પાણી અવાજ સાથે આવતું હતું, પણ દરેક ના મન માં થોડો ડર હતોજ કે પડી ના જવાય.

Vagator Beach 15min નું tracking હતું યોગેશ ના ચહેરા પર સ્મિત આવી ગયું, આમ પણ વાંદરા ને ઝાડ પર ચડવાનું બહુ ગમે, પણ જો વાંદરા ને કેળું આપવામાં આવેતો તે તેજ રસ્તે જતો રહે, યોગા એ પણ એવુજ કર્યું તે બીજા beach માં જતો રહ્યો, ઉપર જવામાં થોડો થાક લાગતો હતો પણ વાતાવરણ જોરદાર હતું, દિલ ચાહતા હૈ માં જ્યાં ૩ન જન બેસેલા ત્યાં અમે અત્યારે બેસેલા હતા દરિયો ક્ષિતિજ સુધી દેખાતો હતો, સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો, ચારેકોર નીરવ શાંતિ હતી, દુનિયા ના દરેક દુખ ભૂલી જાણે કોઈ બીજી દુનિયા માં હતા એવું લાગતું પણ અચાનક કોઈ રાક્ષશ નો call આવીયો તેવું લાગ્યું, હા યોગા નોજ હતો " મને રસ્તો મળતો નથી તો લેવા આવ", પછી અમે બધા અંદર ફરવા ગયા ત્યાં મને ૨ નાની સુંદર છોકરીયો મળી(mari duniya,meri duniya), મેં વાત કરી એક નું નામ હતું એમિલિયા અને બીજી નું યાદ નથી પછી તે કસું તેની ભાષા માં બોલવા લાગી, ત્યાંથી રૂમ માં આવી party ની રાહ જોવા લાગ્યા, આગળ ના અમુક પલો ને સેન્સેર કરવામાં આવિયા છે.
મારે last time દરિયા પાસે જવું હતું અને હું અને મનાલ calinguate પહોચી ગયા રાત્રે ૧૨:૩૦ થયા હશે થોડી વાર બેસી હું દરિયા માં થોડું અંદર ગયો અને મોટે થી બુમ પડી I LOVE -- GOA ..દોસ્તો અહીજ આ tour નો અલ્પવિરામ મુકું છું કેમ કે goa ફરી પાછા જરૂર આવુજ પડશે અમુક વસ્તુ બાકી છે,,,,,