ચાલો ડાકોર પગપાળા સંઘ
"ડાકોર જતા દરેક ભાવિક ભક્તો ને હાર્દિક સ્વાગત છે"
આવા બોર્ડ જ્યારે ફાગણ સુદ પૂનમ આવાની હોય ત્યારે અમદાવાદ થી ડાકોર ના રસ્તે થોડા થોડા અંતરે દ્રષ્ટીગોચર થતા હોય છે. નરી આંખે નિહાળીએ તો જ પૂરી ખબર પડે કે શ્રદ્ધાળુ કેવી રીતે કાનુડા ના દર્શન કરવા જાય, અમુક ની તો હાલત ખુબજ દયનીય હોય છે તો પણ હિંમત રાખી ચાલવાનું ચાલુજ રાખે છે.
મારી પણ એકવાર આવી ખરાબ હતાલ થઇ ગઈ હતી, આપણે પહેલા અમદાવાદ થી ડાકોર નો રસ્તો જાણી લઈએ.
હાથીજણ -મહેમદાવાદ -કનીજ -મહુધા - અલીણા - ડાકોર
આ મુખ્ય સ્થળો કીધા, ૮૦ + કિમી નું અંતર છે.
મારી હાલત મહુધા બગડેલી, ઉલટી અને પેટમાં ગડબડ, મારા થી ચલાતુજ નહતું છેલ્લે મેં પાપા ને કીધું "બસ માં બેસી ને જવું પડશે પાપા નથી ચાલતું" તે વખતે હું પહેલી વાર ગયેલો અને તેના પછી હું ૩ વાર આખું ડાકોર સ્વસ્થ ચાલી ને આવીયો હતો, હા દોસ્તો થાક તો જોરદાર લાગે છે.
હા મારા અમુક દોસ્તો અત્યારે વાંચતા એવું વિચારતા હશે કે પ્રભુ તો આપણે ચાલીને દર્શન કરવા આવુંનું ક્યારે પણ કહેતો નથી તો લોકો કેમ કષ્ટ વેઠી ને જાય છે? હું તો એટલુજ માનું છું કે આપણો તે વિષય જ નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે, અને જ્યાં સુધી શ્રદ્ધા અંધશ્રદ્ધા માં રૂપાંતર થાય અને તેના કારણે કોઈને તકલીફ પડે ત્યારે આપણે કસું કહી શકીએ, હા અત્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધા મુદ્દો છોડી રણછોડરાય ની ભક્તિ ની વાત કરીએ.
શરૂઆત ના ૩૦- ૩૫ કિમી તો સારી રીતે નીકળી જાય પણ પછી જેવા રાત્રે આરામ કરીને ઉભા થઇએ ત્યારે સખત પગ જકડાય જતા હોય છે, પણ જે આખી રાત ભક્તો નો મધુર નાદ સંભળાય છે તે બહુજ ભાવવિભોર કરી દે.
"મંદિર માં કોણ છે ? રાજા રણછોડ છે."
"હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી"
"જય રણછોડ, માખણચોર"
આવા સુંદર નાદ સાંભળતા ક્યાં ઊંઘ આવી જાય તે ખબર ના પડે જયારે આંખો ખુલે ત્યારે પણ
" આ કાકા બોલે, જય રણછોડ",
"આ ઝાડ બોલે, જય રણછોડ",
"પેલો પથ્થર બોલે. જય રણછોડ"
આવું બહુ લોકો બોલતા બોલતા ચાલીયજ જતા હોય છે.
થાકેલા લોકોની સેવા માં ઘણી સેવાભાવી સંસ્થા કામે લાગી હોય છે, તે પગ માલીસ, અમુક ને બહુ ફોલ્લા પડિયા હોયતો તેને પટ્ટોબાંધીયાપે છે,
હવે થોડું અંતર બાકી હોય ત્યારે દરેક માં પ્રભુ ના દર્શન જલ્દી કરવાની ધેલસા જાગી જાય છે, ડાકોર આવી ગયું એટલે થાક ઉતારવા માટે "રાધા કુંડ" નજરે પડે બધાનું માનવું છે કે તેમાં પગ ધોવા થી થાક દુર થાય તે તમે જાતે અનુભવ કરો તોજ કહી શકો, હું કસું કહીસ તો તમે થોડી માનવાના. દોસ્તો UFO જેવુજ જે જોવે તે માને.
હવે ખતરનાક ભીડ જોવા મળે છે, એક ધક્કા માં મંદિર માં અને બીજા ધક્કા માં દર્શન કરી ને બહાર,પણ સમય કરતા સ્થળ નું મહત્વ દરેક ના હ્રદય માં વધુ દેખાય આવે છે. વીરમું છું, બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી ... બોલો દોસ્તો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી....જય જય...