"

Saturday, July 16, 2011

Mari Nani Bahen meri chhoti bahen (My little sister)



પ્રિય મારી નાની બહેન

લોકો ને gift શું આપવી તે વિચારવું બધાજ માટે હંમેશ કઠીન હોય છે,અને gift ની કિંમત પર ક્યારેય નહિ જવાનું, હું તો એમ માનું છું કે જે વસ્તુમાં આપણે આપણો સમય પુરાવીયો હોય તે જો નાની હોય તો પણ અમુલ્ય બનીજ જાય છે કે, કેમ કે સમય પોતે બહુ અમુલ્ય હોય છે, તારા જન્મદિવસે આ વખતે શું આપવું તે વિચારમાં હું પણ થોડો સમય ફસાયો હતો પછી એક વિચાર આવીયો કે આપણી બાળપણ ની મસ્તી, મજાક અને સુખ દુઃખ ની દરેક તો નહિ પણ હાલ થોડી ક્ષણો ને એક જગ્યા પર ભેગી કરવાનો પ્રયત્ન કરું છું.

પપ્પા ઓફીસ થી આવતા દરરોજ નાસ્તો લાવતાજ યાદ છે ને ?? તને યાદ કરાવું છું કેમ કે ત્યારે તો તું ૫-૬ વર્ષ ની હતી, હવે કઠીન સમય ચાલુ થાય, કોનો ?? જે નાસ્તા ના બે ભાગ પાડે તેનો, કેવો પણ ભાગ પડે કોઈ ને તો અસંતોષ હોયજ તે સ્વાભાવિક છે તેમાં પણ અનેરો આનંદ સંતાયેલો હતો તે અત્યારે ખબર પડે છે, આપણા ઘરે પણ એવુજ થતું,એક દિવસ હું તો બીજા દિવસે તું મોઢું ફુલાવી ને બેસી જતા, પછી મમ્મી કહેતી થોડું આપી દેને બેટા તું તો મારો કે મારી સમજુ, આવું કોઈ દિવસ હોય તો ઠીક છે પણ રોજરોજ તો કોઈ પણ કંટાળે અને પપ્પા પણ કંટાળી ને નાસ્તોજ બંધ કરી દીધો હતો, કેહતા કે હું તમને પૈસા આપી દૈસ તમે જાતે લઇ આવજો.પપ્પા ને કહેજે ફરી નાસ્તો ચાલુ કરે હવે અમે નથી લડીએ, હવે તું વધુંલે ને , તે કેમ ઓછું લીધું તેવા શબ્દો આવશે, તારે નાસ્તો કરવો ને ?

જેના પણ ઘરે નાની બહેન હોય અને જો તમે તેને હેરાન કરતા હોય તો તેના "નખ નો સ્વાદ" જરૂર ચાખવા માલીયોજ હોય, હા હવે મેં તો તારા નખ નો સ્વાદ બહુ ચાખેલો, કેટલા ખતરનાક રીતે નખ મારતી હતી હજુ પણ અમુકવાર મરેજ છે. ચલ એક યાદ ફરી તાજી કરીએ. મેં તને કઈ રીતે હેરાન કરેલી તેતો યાદ નથી પણ તે મને જોરદાર નખ મરેલા વો ઘાવ તો મેં અભી નહિ ભૂલા, ત્યારે મેં તને કીધું હતું, જોજે સવારે તારા નખ "ગીલી ગીલી છુમંતર" કરી નાખીસ, સવારે મેં તારા થોડા નખ, માફ કરે થોડા નહી ઘણા બધા નખ કાપી નાખેલા, અને પછી તારો જે ગુસ્સો હતો , હું એકદમ ચુપ, મારી બોલાતીજ બંધ થઇ ગયેલી, મારી પાસે સ્વબચાવ ના શબ્દો જ ખૂટી પડેલા પણ મને મજા બહુ આવેલી હાસ ચાલો હવે થોડા દિવસ માટે પીડાથી તો બચીયા.

આપણા જીવન માં અમુક ક્ષણો છે જો તે આવીજ ના હોત તો ખબર નહિ આપણે ઘણું શીખવામાં પાછળ રહીજ જાત, ખબર પડી પાગલ હું કઈ ક્ષણો ની વાત કરું છું ?? ચાલો તો તે દિવસો ને પણ ફરી યાદ કરીએ, તે સમય એ કઈ વાત ની ઝગડો હતો તેતો ખબર નથી મેંજ તને હેરાન કરી હશે તેતો પાકું, પણ તે કીધું કે તું મને બહુ હેરાન કરે છે હું તારી સાથે નહિ બોલું, અને તે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું, મને તો એમજ કે આવું તો રોજ મસ્તી થાય છે તે પછી પાછા ભેગા પણ થઇ જઈએ છીએ પણ આવખતે એવું ના થયું, હું તો વિચારમાં પડી ગયો હું રોજ પ્રયત્ન કરતો પણ તું બોલતીજ નહિ , એમ કરતા કરતા ઘણા દિવસો પસાર થઇ ગયા, મને તો તારી સાથે મસ્તી વગર ચાલતુજ નહિ, તારા વગર મારી મસ્તી મારામારી ગુમ થઇ ગયેલી..
એવામાં "બા બહુ બેબી" સીરીયલ માં સુબોધ અને પ્રવીણ વચ્ચે ઝગડો થયો તે ભાગ આવેલો, તે બંને ને જેમ ભાવુક થતા જોવું તે ૧ કલાક મુશ્કેલ થી પસાર થતો, અમુકવાર તો એવું થતું કે સામે જવું અને બોલું "મારી બેન આ મારા હાથ માં મહેરબાની કરી ને નખ મારને અત્યારે તેની પણ બહુજ યાદ આવે છે", પણ આપણે જે વિચારીએ એવું થોડી થાય છે, પ્રભુ એ અમને શીખવાડવું હશે કે વિયોગ પછી જે યોગ આવે તે કેવો અદભુત હોય, એટલેજ કહેવાતું હશેકે સંસાર માં થોડા મીઠા ઝગડા થવાજ જોઈએ પણ યાદ રાખવું તે મીઠા અને બહુજ ટૂંકા સમય માટે હોવા જોઈયે

જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ ફરી તું બોલવા લાગી, જયારે પણ આપણા પોતાના પર કોઈ આફત આવી ચડે ત્યારે મોટા ભાગે દરેક લોકો બધુજ ભૂલી દુઃખ માં સાથ આપવાનું ચુકતા નથી બસ તેજ સમય થી મારી દુનિયા મને ફરી મળી ગયેલી, બહુ ઓછા છે જે મને થોડો સમજે છે તેમાં તારો અચૂક અને અવિભાજ્ય સમાવેશ થાયજ.
હવે જો હું વધુ લખીસ તો પછી તું થાકી જવાની વાંચતા વાંચતા, પ્રભુ ને એવીજ પ્રાથના કરું છું કે દરેક ભવ માં તારા જેવી નથી તુજ મારી બહેન બને, જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ, મારી નાની બહેન પ્રભુ ને પ્રાથના કે તારી દિલ ની દરેક ઈચ્છો પૂરી થઇ જાય તેના સાથે વિરમું છું.
-ભાવિક એન. દત્ત