"

Saturday, January 1, 2011

JAI GOA OR GO GOA IndiaNIC Tour 2010 DAY-I(mari duniya,meri duniya)

see more photos vadhu phota mate Bhavik gallery

ક્યારના ધણા દોસ્તો article ગુજરાતી અક્ષરો માં ઈચ્છતા હતા તો આ નવા વર્ષે શરૂઆત કરું છુ.

અમારી IndiaNIC company માં GOA જવાનું નક્કી થઇયુ તે માટે જેવું registration ફોર્મ આવ્યું તેવું તરતજ મેં ભરી દીધું હું ફોર્મ ભરવાવાળો બીજો હતો તેના પરથી તમને ખબર પડી ગઈ હશે કે Goa જવા કેટલો બધો આતુર હતો.

જય ગોવા થી ઓખા train ની શરૂઆત થઇ અને train માં timepass કરવા પત્તા રમવાનું ચાલુ પણ કર્યું, ક્યારે મુંબઈ આવી ગયું તે પણ ખબર ના પડી અને ત્યાંથી કોંકણ railway નો પ્રારંભ થયો ત્યારે રાત હતી પણ જો સવાર હોત તો શરૂઆત જોરદાર થઇ જાત તો પણ હું Goa થી ઘરે(mari duniya,meri duniya) આવતા જે આનંદ ની અનુભૂતિ થઇ તે પહેલા વર્ણન કરવું ઘટે.

થોડીવાર તો હું અને મનાલ બારી માંથી જ બહારનું જોરદાર કુદરતી અને કુત્રિમ સૌન્દર્ય જોતા હતા પણ મને થયું કે આવું દ્રશ્ય તો નજીક થી જોવા મળે તે એક મોટો લહાવો ગણાય, તો હું બારણા પાસે ગયો અને ત્યાજ ધણો સમય બેસીને જોયું, અદભુત વાતાવરણ, જેવું વાંચેલું તેવુજ હતું, દૂર દૂર ઝરણા દેખાતા હતા, પહાડ માંથી train પસાર થતી અને થોડીથોડી વારમાં બોગદા આવ્યા કરે અને તે પાછા ૪ થી ૫ મિનીટ ચાલે તેવા અવિસ્માંર્યા હતું, મેં પોતે ૫૬ બોગદા ગણેલા, હૂત તો ત્યાં જાણે કે કોઈ બીજી દિનિયા માં છુ તેવો ભાસ થતો હતો, ધીમે ધીમે અંધારું થતું ગયું,ચાલો દોસ્તો પાછા ઓખા trainમાં આવીએ, માહિતી મળી હતી કે થીવીમ ઉતારવાનું છે ત્યાંથી બસ આવીને લઇ જશે .

હોટેલ માં પહોચીયા neelam the grand બહાર થી તો બહુ ભવ્ય લગતી હતી પણ અમેને રૂમ અપીયો નહિ એટલે અમે બહાર ફરવા નીકળી ગયા, સાંભળ્યું હતું કે Goa તેના દરિયાકિનારા, sea food અને દારૂ માટે વખણાય છે, તેમાં થી પહેલા beach માટે અમે નીકળિયા તે હતો calangute, હોટેલ થી કેટલું ચાલવું પડશે તેની કોઈન પડી જ નહતી બધા ખાલી રાહ જોતા હતા જેની અને તે આવી ગયો દૂરથી દેખાતો હતો અનંત મહાસાગર, જેમ તેની નજીક તેમ અલગ દુનિયા દેખાવા લાગી ચારેકોર દારૂ જ દારૂ અને વિદેશી છોકરીયો, પણ મને બહુ ભૂખ લાગેલી હતી અને સમોસા પણ દેખાઈ ગયા તો મેં લીધા અને બીજા ને પણ આપીયા પણ મારા પેટ ને આરામ ના મળીયો તો મેં પાછા બીજા લીધા ત્યારે "જેઠેશ" તેનું નામ માનીશ છે હાલ બધા દોસ્તો ની ઓળખાણ નથી કરાવતો પણ જ્યાર બધા વિશે લખીસ ત્યારે કરીશું, તે બુમો પાડવા લાગ્યો કે કેટલી ભૂખ લાગી છે ભૂખડ છે પણ ભૂખ શાંત ના પડી પણ જેમ જેમ દરિયા ને નજીક ગયો તેમે ભૂખ ગુમ થઇ ગઈ, દરિયો ખુબજ મનોહર લાગતો હતો મારા થી હવે રહેવાતું નહતું હું તો ગરકાવ થવા ચાલી નીકળ્યો મારી શાથે "યોગેશ" અને માનલ પણ આવી ગયા, ખાસ વર્ષો પછી ફરી દરિયાના પાણીનો આનંદ મળીયો હતો, થોડીવાર ફરી અમે પાછા હોટેલ આવી ગયા વચ્ચે sensor board દ્રારા અમુક ક્ષણો કાપવામાં આવિયા છે

હોટેલ માં હજુ રૂમ આપીયો નહતો પણ જમવાનું જોરદાર આપી અને અમારી એટલે મારી ભૂખનેતો શાંત પડી દીધી હતી અને થોડીવાર માં તો બધા ને રૂમ મળી ગયો જેવા રૂમ માં ગયા તો " વાહ શું રૂમ છે મનુ "મસ્ત છે યાર એવા શબ્દો નીકળી ગયા, જેઠા ના શબ્દો માં કહું તો ધીરજ ના ફળ મીઠા, બધા ચડ્ડી પહેરી ને નહાવા માટે સ્વીમ્મીન પોલ માં પડ્યા ત્યાં બલ્લ ની સાથે રમવામ બહુ જ મજા પડી અને થાક પણ ઉતારી ગયો.

ફરી બધા calingate માં ગયા પણ આ વખતે નજારો અલગજ હતો, ખસી ભીડ હતી અને તેમાં પાછો સૂર્ય દરિયા પર આવી તેની સુંદરતા માં વધારો કરતો હતો, ખુબજ નયનરમ્ય(mari duniya,meri duniya) લાગતું હતું દોસ્તો, મારે તો સૂર્ય ને પાણી માં ડૂબતો જોવો હતો અને તે મને જોવા મળીયો, જાણે કે પ્રભુ ની જોરદાર painting હોય સૂર્ય ધીમે ધીમે ગાયબ થતો હતો, જાણે કે પ્રભુ મોટું ભજિયું સાગર રૂપી તેલ માં તરતો હોય અને જે છમમ અવાજ આવે તેવો અવાજ લહેરો નો આવતો હતો અદભુત, લહેરો ને જોતા મન ને ખુબ શાંતિ લગતી જાણે કે દરેક દુખ પતિ ગયું ઝકાસસસસ... લાગ્યું દોસ્તો.

પાછા આવી અમે dance party join કરી, યોગેશ પહેલી વાર dance કરીને ખુબ ખુશ હતો અને અમને થોડીવાર પણ આરામ કરવા નહતો દેતો, દરેક ના ચહેરા પર આનંદ છવાયેલો હતો, નાના મોટા બધા ભેગા મળી dance કરિયો તે સરસ લાગતું હતું, સુલતાન "પ્રતિક" થોડીથોડી વારમાં મળવા આવતો કેમ કે તેને અમે કીધું હતું કે ત્યાં અમને ભૂલી ના જતો, ભાવિન ની સાથે રાકેશ નો danceમાં અલગ જોર હતું અને s.r.k તો સુ કુદી કુદી ને dance કરતો હતો પણ અભિષેક બધાની પર ભારે પડતો હતો dance અને તેનો સાથ હતો વિપિન નો, પહેલા દિવસ માં આટલું રાખીએ વધુ આવતા અંકે ભાગ-૨ માં.

1 comments:

Anonymous said...

viral:
hi friend ekalo ekalo goa gayo ne?

Post a Comment

Thank you for giving your time and word to me