"

Saturday, January 22, 2011

DAY-II IndiaNIC Tour 2010 GO GOA OR JAI GOA(mari duniya,meri duniya)

વધુ photograph માટે Bhavik Image Gallery

પહેલા દિવસ નો થાક અને સોમરસ ના કારણે મોટાભાગ ના દરેક લોકો ની સવાર થોડી જલ્દી પડી ગઈ તેવું લાગતું હતું, ખાતાપીતા ૧૧ વાગી ગયા અને હોટેલવાળા ૨ વાગે ફરવા લઇજવાના હતા તેના કારણે બધાજ દોસ્તો બીજો કોઈ પ્લાન બનાવતા પણ નહતા તેમજ મહત્વ નો સમય વહી ગયો તેનો જો અમે ઉપયોગ કર્યો હોત તો candolim જેવા બીજા સ્થળો રહી ગયા તે ફરી લીધા હોત.
છેલ્લે બીજા દિવસ ની શરૂઆત તો થઇ સેન્ટ ઝેવિયર્સ ના ચર્ચ થી, હા તમે વિચારો છો તેજ , અમદાવાદ(mari duniya,meri duniya) માં પણ તેમના નામ ની નિશાળો ચાલે છે તેજ, ખાસ્સો વિશાળ હતો, દિવાળી માં આપણા મંદિર માં જેવી જાહોજલાલી થાય તેવીજ અત્યારે ત્યાં જોવા મળતી હતી, હું બહુ વર્ષ પછી ચર્ચ માં ગયો અને તે પાછો તેમની દિવાળી ના સમયે, મનાલ ને નાદીયેલ પાણી પીવાની ઇચ્છા થઇ ગઈ, પણ ૨૦ રૂપિયા અમદાવાદ કરતા પણ મોઘું હતું ,રાકેશ ની લાવારી વધવા લાગી હતી અને ભાવિન તેના જમાના હાથ ની જેમ તેનો સાથ આપતો હતો, મનાલ ને ટ્વિન્કલ ટ્વિન્કલ ગવડાવેલું પણ હું આ બધા વાતાવરણ થી અલિપ્ત હતો, બધા ને તો એવુજ થતું હશે કે રાકેશ એ બહુ પીધી હતી પણ તેના દોસ્તો ને તો ખબરજ હતી કે તે સારો actor છે.
cruise પર બેસવાનો ખાસ્સો ઉત્સાહ હતો અને ત્યાનું વાતાવરણ જોઈ જળવાઈ પણ રહ્યો, જેવા તેમાં બેસીયો તો બહુ મજા ના આવી, હા ત્યાં dance સારો કરતા હતા લોકો, પણ તેવા માં બધા છોકરાઓ ને બોલાવીયા, ખાસ્સી ભીડ હતી થોડું નાચી હું નીચે ઉતારી ગયો, જો હું નીચે ના ઉતારીયો હોત તો મોકો હાથ માં થી વહી જાત, બહાર નો નજરો ખુબજ સુંદર હતો, અંધારા માં fort aguda અને jail તે દેખાતી હતી જ્યાં અમે આવતી કાલે જવાના હતા, તેના વિશે પછી કહું, મારી નજીક થી બીજી cruise જતી જોવી તેતો એક ખરેખર લહાવોજ હતો, હવે મને સમજ પડી કે તે સમયે હું અંદર બેસેલો એટલે બહાર નો નજરો દેખાતો નહતો અને ગમતું નહતું , પણ અત્યારે સરસ લાગતું હતું પણ તેવામાં અમને બધા ને પાછા બેસાડી દીધા.
મારે આ દિવસ નો અંત દરિયા કિનારે કરવો હતો, રાત્રે ક્યારે હું દરિયા કિનારા પાસે બીસીયો નહતો તો બેસવું હતું, પણ બધા માનતા નહતા, છેલ્લે મનાલ અને શાહરૂખ માનીયા, દરિયા નું આવું રૂપ મેં ક્યારે જોયું નહતું, ચારેકોર નીરવ શાંતિ હતી, આસપાસ બધા દારૂ પિતા હતા, દરિયા માં મોજાનો અવાજ સ્પષ્ટ સાંભળી સકાતો હતો, અને લહરો એ પણ જાણે અલગ છટા ધારણ કરેલી હતી એવું લાગુ હતું, ખરેખર ખુબજ નયનરમ્ય(mari duniya,meri duniya) હતું, જ્યાં સુધી ફરી આવું દ્રશ્ય ના જોવું ત્યાં લાગી આ દિમાગ માં કંડારેલું રહેશે તેતો પાકું છે. બીજા દિવસ ની પુર્ણાહુતી ત્યાજ કરી, પણ તેના કરતા પણ જોરદાર દિવસ અમારી રાહ જોતો ઉભો હતો તો સવાર ની રાહ જોઈએ દોસ્તો ...

0 comments:

Post a Comment

Thank you for giving your time and word to me